Thursday, 23 September 2021

ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો સાથે ભાવનગર જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ના હોદ્દેદારોની મીટીંગ

 તા. 25/09/2021 ના રોજ યોજાનાર વિવિધ સંવર્ગ માટેની ચૂંટણી સંદર્ભે ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો સાથે ઘટક સંઘ ભાવનગર માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો સાથેની યોજાઈ ગયેલ મીટીંગ....

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ની તારીખ 25/9/21 ના શનિવાર ના રોજ આવનારી ચૂંટણી ના સંદર્ભે ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ના ઘટક સંઘ તથા દરેક તાલુકા ના હોદ્દેદારો ની મીટીંગ તારીખ 22/9/21 બુધવારે ભાવનગર ની વિશુદ્ધાનંદ હાઈસ્કૂલ માં યોજાઈ તેમાં ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ ના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચૌધરી તથા મહામંત્રી શ્રી સુરેશભાઈ પટેલ અને ખંડ 3 ના શિક્ષક સંવર્ગ ના ઉમેદવાર શ્રી હસમુખભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમાં આપડા શિક્ષણ પરિવાર મા નવા આવેલા શિક્ષણ સહાયકો ને આવકાર પત્ર મહામંડળ ના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચૌધરી ના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા તેમ જ તાલુકા અને શહેર ના ઝોન ના નવનિયુક્ત અધ્યક્ષ અને તેની પૂરી ટીમ ના નિયુક્તિ પત્રો પણ મહામંડળ ના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચૌધરી ના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા મહામંડળ ના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચૌધરી એ અત્યાર સુધી મહામંડળે આપડા સારસ્વત મિત્રો માટે ના કરેલ કામો ની વિસ્તૃત રીતે વાત કરી જ્યારે ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ  તરફ થી હસમુખભાઈ પટેલ ને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે ભાવનગર જિલ્લા મહિલા વિગ તરફ થી વિજય તિલક કરી ખાત્રી આપી કે ભાવનગર જિલ્લો હંમેશા મહામંડળ ની આન બાન અને શાન વધે અને સંગઠન ની તાકાત વધે એ જ ધ્યેય સાથે કાર્ય કરતો જિલ્લો છે એ ખાત્રી આપી અલ્પાહાર કરી છૂટા પડ્યા હતા.






No comments:

Post a Comment