Showing posts with label ફોટો ગેલેરી. Show all posts
Showing posts with label ફોટો ગેલેરી. Show all posts

Thursday, 23 September 2021

ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો સાથે ભાવનગર જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ના હોદ્દેદારોની મીટીંગ

 તા. 25/09/2021 ના રોજ યોજાનાર વિવિધ સંવર્ગ માટેની ચૂંટણી સંદર્ભે ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો સાથે ઘટક સંઘ ભાવનગર માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો સાથેની યોજાઈ ગયેલ મીટીંગ....

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ની તારીખ 25/9/21 ના શનિવાર ના રોજ આવનારી ચૂંટણી ના સંદર્ભે ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ના ઘટક સંઘ તથા દરેક તાલુકા ના હોદ્દેદારો ની મીટીંગ તારીખ 22/9/21 બુધવારે ભાવનગર ની વિશુદ્ધાનંદ હાઈસ્કૂલ માં યોજાઈ તેમાં ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ ના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચૌધરી તથા મહામંત્રી શ્રી સુરેશભાઈ પટેલ અને ખંડ 3 ના શિક્ષક સંવર્ગ ના ઉમેદવાર શ્રી હસમુખભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમાં આપડા શિક્ષણ પરિવાર મા નવા આવેલા શિક્ષણ સહાયકો ને આવકાર પત્ર મહામંડળ ના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચૌધરી ના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા તેમ જ તાલુકા અને શહેર ના ઝોન ના નવનિયુક્ત અધ્યક્ષ અને તેની પૂરી ટીમ ના નિયુક્તિ પત્રો પણ મહામંડળ ના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચૌધરી ના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા મહામંડળ ના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચૌધરી એ અત્યાર સુધી મહામંડળે આપડા સારસ્વત મિત્રો માટે ના કરેલ કામો ની વિસ્તૃત રીતે વાત કરી જ્યારે ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ  તરફ થી હસમુખભાઈ પટેલ ને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે ભાવનગર જિલ્લા મહિલા વિગ તરફ થી વિજય તિલક કરી ખાત્રી આપી કે ભાવનગર જિલ્લો હંમેશા મહામંડળ ની આન બાન અને શાન વધે અને સંગઠન ની તાકાત વધે એ જ ધ્યેય સાથે કાર્ય કરતો જિલ્લો છે એ ખાત્રી આપી અલ્પાહાર કરી છૂટા પડ્યા હતા.






Wednesday, 14 July 2021

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા શિક્ષકોના પ્રશ્ને આંદોલનની રૂપરેખા

 અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક - કર્મચારીઓના અગત્યના પડતર પ્રશ્નોના ઉકેલ માટે વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતાં  “ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ”ની સાથે રહી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા આંદોલનના આયોજનની રૂપરેખા 






Sunday, 11 July 2021

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની કારોબારી સભા

 માણેક બા કૃષિ વિદ્યાલય;અડાલજ ખાતે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક - કર્મચારીઓના અગત્યના પડતર પ્રશ્નોના ઉકેલ માટે વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતાં  “ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ”ની સાથે રહી આંદોલનના આયોજન માટે તથા આગામી બોર્ડની ચૂંટણીના આયોજન માટે "ગુજરાત રાજ્ય માદયમિક શિક્ષક સંઘ મહામંડળ”ની યોજાયેલી "કારોબારી સભા"




Tuesday, 6 July 2021

મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રીશ્રી ને રજૂઆત

 અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે “ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ” અને “ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ” ના પ્રમુખશ્રી - મહામંત્રીશ્રી અને અન્ય હોદ્દેદારોશ્રી તથા મિડીયા કન્વિનરશ્રી તેમજ “ગુજરાત રાજ્ય વ્યાયામ શિક્ષક સંઘ મહામંડળ”ના પ્રમુખશ્રી - મહામંત્રીશ્રી વગેરે ગાંધીનગર ખાતે માન.શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબને આવેદન પત્ર આપી રૂબરૂ મુલાકાત કરી ચર્ચા કરી રજૂઆત કરેલ.






Tuesday, 15 June 2021

ભાવનગર માધ્યમિક શિક્ષક સંઘ - બ્લોગ સાઈટને જાહેર કરતા સન્માનીયશ્રીઓ

ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા નવનિર્મિત બ્લોગને ખુલ્લો મુકતા જિલ્લા શિક્ષણાધિકારી  શ્રી એન.જી.વ્યાસ સાહેબ અને સંઘના આદ્યસ્થાપક પ્રમુખ અને આદરણીય વડીલ શ્રી કેશુભાઈ પટેલ 












Monday, 17 May 2021

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની શુભેચ્છા મુલાકાત

 ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની મહિલા વિંગ ની શુભેચ્છા મુલાકાતે 

ભાવનગર જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ની મહિલા વિંગ